Last Updated on October 10, 2023 12:13 am by INDIAN AWAAZ

આકાશવાણીઅર્થશાસ્ત્ર માટેનો વર્ષ 2023નો નોબેલ પુરસ્કાર હાર્વર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર ક્લાઉડિયા ગોલ્ડિનને અપાશે. રોયલ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સીઝ દ્વારા આજે આ જાહેરાત કરાઇ છે. મહિલા શ્રમિકોના બજારના પરિણામો અંગે જાણકારી વધારવા બાબતે સુશ્રી ક્લાઉડિયા ગોલ્ડિનને નોબેલ પુરસ્કાર અપાશે. અત્યાર સુધી અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એલિનોર ઓસ્ટ્રોમ અને એસ્થર ડફ્લોને આપવામાં આવ્યો હતો. સુશ્રી ગોલ્ડિન આ પુરસ્કાર મેળવનાર ત્રીજા મહિલા હશે.